રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાએ એન્ટ્રી કરી છે. વડોદરાના કરજણ પંથકમાં 3 દિવસના વિરામ બાદ ભારે વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ વાદળ છાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદના ઝાપટા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. તાલુકાના કંડારી, બામણગામ, જુની જીરથડી, ધાવટ જેવા ગામમાં વરસાદ વરસ્યો છે.
જૂની જીરથડી, ધાવટ જેવા ગામોમાં વરસાદ
તમને જણાવી દઈએ કે રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દાહોદ,વડોદરા, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, અમરેલી અને ભાવનગર, અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.









