વડોદરાના શિનોર તાલુકામાં રાત્રી બાદ બપોર થતાં જ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે ગરબાના પંડાલોમાંથી વરસાદી પાણી વહેતા થયા છે. શિનોર, માલસર, દામાપુરા સહિત ગામોમાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોર થતાં જ ધોધમાર વરસાદ વરસ્યો છે. બપોર બાદ વરસાદ વરસતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ રાત્રે ગરબા રમઝટને લઈને ચિંતિત થયા છે.


[[$googlead]]

વરસાદનું નવરાત્રિ ગરબા મહોત્સવ પર વિઘ્ન

તમને જણાવી દઈએ કે વરસાદના કારણે વડોદરા શહેરમાં મોટા ગરબા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદને પગલે આજે શહેરમાં મોટા ગરબા નહીં થાય. વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ ગરબા, લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા અને યુનાઈટેડ વે ઓફ બરોડાના ગરબા મોકૂફ રાખવાનો નિર્ણય આયોજક તરફથી લેવામાં આવ્યો છે. બીજી તરફ વડોદરાના ડભોઈમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે. વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગૃપના ગરબા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


[[$alsoread]]

  • Follow us on: