વલસાડમાં ભારે વરસાદથી ભયંકર નુકસાન થયું છે. ભારે પવનના કારણે અનેક વૃક્ષો પણ વલસાડમાં ધરાશાયી થયા છે. ત્યારે ગુંદલાવ નજીક કારો પર વૃક્ષ પડ્યું છે. પોલીસની ચોકીની સામે પાર્ક કરેલા વાહનો પર વૃક્ષ પડતા મોટું નુકસાન થયું છે. 8-10 કાર વૃક્ષ નીચે દટાઈ ગઈ છે. જો કે કારમાં કોઈ સવાર ના હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી છે. બીજી તરફ સેલવાસમાં કાર નાળામાં ખાબકી છે. ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કાર નાળામાં પડી છે. જો કે સ્થાનિકોએ કાર ચાલકને બચાવ્યો છે. કોર્ટની પાછળના નાળામાં કાર ખાબકી છે.


[[$googlead]]

ખરેરા નદીમાં યુવક વાન સાથે તણાયો

બીજી તરફ વલસાડ તાલુકાના જેસીયા ગામ ખાતે આવેલી ખરેરા નદીમાં યુવક વાન સાથે તણાયો છે. જેસીયા અને વાઘલધરા ગામને જોડતા ખરેરા નદીના ધસમસતા પ્રવાહમાંથી પુલ પરથી પ્રસાર થતી વેળાએ આ ઘટના બની છે. યુવક નદી વાન સાથે તણાવાની જાણ NDRFની ટીમ સ્થળ પર પહોંચી યુવકની શોધ ખોળ હાથ ધરાઈ છે. ત્યારે વલસાડના મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી આવકમાં વધારો થયો છે. ડેમમાંથી દમણ ગંગા નદીમાં પાણી છોડાયું છે. મધુબન ડેમની હાલ સપાટી 71.15 મીટરે છે. પેહક ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. 8 દરવાજા ખોલી 47,875 ક્યુસેક પાણી છોડાયું છે.

[[$alsoread]]


  • Follow us on: