અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. છેલ્લા બે દિવસથી વરસેલા ધોધમાર વરસાદને પગલે અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો વધતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી ભરાતા સનાથલથી બગોદરા સુધીનો હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. પાણીનું સ્તર સતત વધતા આ માર્ગ પર વાહન વ્યવહારને અસર પહોંચી છે. 


[[$googlead]]

વરસાદને કારણે સ્થિતિ હજુ પણ વિકટ બની

તંત્ર દ્વારા સાવચેતીના પગલા રૂપે લોકોને સનાથલ હાઈવેનો ઉપયોગ નહીં કરવાની સૂચના આપવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જોકે, સતત વરસાદને કારણે સ્થિતિ હજુ પણ વિકટ બની છે અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પ્રશાસન દ્વારા લોકોને સતર્ક રહેવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા અપીલ કરવામાં આવી છે.


[[$alsoread]]
  • Follow us on: