વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. વલસાડ શહેર ઉપરાંત પારડી, ધરમપુર અને કપરાડા સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રો માટે મેઘરાજાની ફરી એન્ટ્રી આશીર્વાદરૂપ બની છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ખેતરોમાં પૂરતો ભેજ સર્જાતા ખેડૂતો હવે ડાંગરના પાકની વાવણીમાં વ્યસ્ત બન્યા છે. 


[[$googlead]]

અનેક ગામમાં ખેડૂતોએ વાવણી શરૂ કરી

અનેક ગામોમાં ખેડૂતો ટ્રેક્ટર અને કૃષિ સાધનોની મદદથી વાવણી શરૂ કરી રહ્યા છે. વરસાદને કારણે કૃષિ કામગીરીને ગતિ મળી છે અને આ વર્ષે સારા ઉત્પાદનની આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, જ્યારે તંત્ર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. 


[[$alsoread]]


  • Follow us on: