મોરબીમાં વિજપોલ વળતરને લઈ ખેડૂતોએ ટ્રેક્ટર રેલી માટે એકઠા થયા છે. ટંકારાના લતીપર રોડ પર ખેડૂતો ટ્રેક્ટર સાથે એકઠા થયા. 765 કેવી વિજપોલના વળતરને લઈ ખેડૂતો આક્રમક વલણમાં જોવા મળ્યા છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. પાલ આંબલિયા સહિતના ખેડૂત આગેવાનો સભા સ્થળે હાજર છે. ટ્રેક્ટર રેલીની મંજૂરી ન હોવાથી ઘર્ષણ થવાની શક્યતા રહેલી છે. મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતો રજૂઆત કરશે.


[[$googlead]]

મોરબીમાં પાલ આંબલીયાએ કર્યા સરકાર પર આકરા પ્રહારો

બીજી તરફ મોરબીમાં પાલ આંબલીયાએ સરકાર પર આકરા પ્રહારો કરતા કર્યા છે. વીજ પોલનું યોગ્ય વળતરની માગણી સાથે ટંકારાના લતીપર પાસે જાહેર સભા યોજાશે. ટ્રેક્ટર રેલી પહેલા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વિધાનસભા ઘેરાવ કરવાની ચીમકી પાલ આંબલીયાએ આપી છે. રેલીમાં 400થી વધુ ટ્રેક્ટર જોડાશે. 

[[$alsoread]]

  • Follow us on: