પવિત્ર નર્મદા નદી કે જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે, એ નર્મદા મૈયાની આજે નર્મદા જયંતી છે. ત્યારે નર્મદા જયંતિ નિમિતે નર્મદા જિલ્લાના માંગરોળ ગામની અંદર શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ભેગા થઈને નર્મદામૈયાને 1500 ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી અને નર્મદા મૈયાની નમામિ દેવી નર્મદે.. ના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ભેગા થઈને નર્મદા મૈયાને સાડી અર્પણ કરવા માટે નર્મદા કિનારે ગયા હતા.
ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
એક બીજાના હાથની મદદથી નર્મદા મૈયાને સાડી અર્પણ કરવામાં આવી હતી. ત્યારે નર્મદા મૈયાને 1500 ફૂટ જેટલી સાડી અર્પણ કરવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે સાથે દસથી વધારે નૌકાઓની મદદ લઈ શ્રધ્ધાળુઓ નાવમાં બેસી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી છે, જોકે આ માંગરોળ ગામ બે વર્ષ પહેલા આ ગામમાં નર્મદાનું પુર આવવાને કારણે ગામ ડૂબી ગયું હતું અને ખેડૂતોને મોટાપાયે નુકસાન પણ થયું હતું છતાં આ ગામના આ ગ્રામમજનો માં નર્મદા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા હોવાને કારણે મા નર્મદાની પૂજા કરી, આજે નર્મદા જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી.









