નર્મદા જિલ્લાનું કેવડિયા પ્રવાસન ધામ નવા વર્ષની ઉજવણીમાં સૌથી વધુ આકર્ષણ જમાવી રહ્યું છે. આજે 31 ડિસેમ્બર 2025ના અંતિમ દિવસે 50,000 પ્રવાસીઓએ ઓનલાઈન બુકીંગ કરાવ્યું અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા તંત્ર દ્વારા બસ સહિતની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે.
યુનિટી પ્રવાસીઓની એન્ટ્રીની મર્યાદાઓ વધારી દેવામાં આવી
ડિસેમ્બરના અંતમાં ગુલાબી ઠંડીના વાતાવરણમાં નર્મદા જિલ્લો પ્રવાસીઓ ફરવા માટે હોટ ફેવરીટ બન્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલ બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. પ્રવાસીઓનો ધસારો અને ઓનલાઈન બૂકિંગ ફૂલ થઈ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની એન્ટ્રીની મર્યાદાઓ વધારી દેવામાં આવી છે. પહેલા પાંચ સ્લોટમાં વ્યૂ ગેલેરી 500 હતી. જેમાં રોજની મર્યાદા 5,500 કરવામાં આવી છે અને એટલું જ નહીં ટોટલ 7000 પ્રવાસીઓને આજથી પ્રવેશ મળશે.
અત્યાર સુધીમાં 2.85 કરોડ જેટલા પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે 31 ડિસેમ્બરના રોજ 70,000 કરતા વધુ પ્રવાસીઓ નોંધાયા છે. 2025નો છેલ્લો મહિનો એટલે 31 ડિસેમ્બરની ઉજવણી પણ પ્રવાસીઓ અહીં જ કરે છે, એટલે SOU સત્તા મંડળ અને હોટલો ટેન્ટ સીટી તમામ લોકો નવા વર્ષની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ કરી પૂર્ણ કરી નાખી છે, તમામ હોટલોમાં ગાલા ડિનર, ક્રુઝમાં ડિનર ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાર સુધીમાં 2.85 કરોડ જેટલા પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે અને આજે 31 ડિસેમ્બરમાં પણ 60,000થી વધુ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી. જેને પગલે સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવાયો છે.









