નર્મદાના દેવમોગરામાં બેન્ડ પાર્ટીઓ વચ્ચે બબાલ થઈ હતી. આ કેસમાં સાગબારા મેજિસ્ટ્રેટે ગુનો નોંધવા પીએસઆઈને પત્ર લખ્યો છે. જાહેરનામાનો ભંગ હોવાથી ગુનો નોંધવા રજૂઆત કરાઈ છે. બેન્ડ પાર્ટીઓ વચ્ચે જાહેર કાર્યક્રમમા ગીતો વગાડવા મામલે બબાલ થઈ હતી. બેન્ડ વગાડવા માટે પણ મંજૂરી લેવાઈ નહોતી.


[[$googlead]]

અલગ અલગ બેન્ડપાર્ટીઓ આવતા બબાલ થઈ હતી

નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે અલગ અલગ બેન્ડપાર્ટીઓ આવતા બબાલ થઈ હતી. જેમાં જાહેરનામાનો ભંગ થતાં સાગબારા મેજિસ્ટ્રેટે ગુનો નોંધવા પીએસઆઇને પત્ર લખ્યો છે. 9મી જૂને તારીખે બેન્ડ પાર્ટીઓ આવી હતી તેનાથી આગળ ભારે ભીડ જમા થઈ હતી.તે વખતે મારામારીને બબાલ થઈ હતી. જે બાબતે સાગબારા મેજિસ્ટ્રેટે ગુન્હો નોધવા પીઆઇને પત્ર લખ્યો છે. બેન્ડ પાર્ટીઓએ બેન્ડ વગાડવા માટેની મંજૂરી લીધી નહીં હોવાથી ગુનો નોંધવા રજૂઆત કરાઈ છે.

[[$alsoread]]


  • Follow us on: