ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે ભાવનગર જિલ્લામાં તારાજી સર્જાઈ છે. જિલ્લાના જળાશયો ઓવરફ્લો થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે કેટલાક રસ્તાઓ બંધ થઈ ગયા છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં વરસાદ થવાથી નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 20687 ક્યુસેક પાણીની આવક થવા પામી છે.
નર્મદા ડેમની સપાટી 119.75 મીટર સુધી પહોંચી
નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણી આવતાં ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની સપાટી 119.75 મીટર સુધી પહોંચી છે. ડેમમાંથી નર્મદાની મુખ્ય કેનાલોમાં 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. મધ્યપ્રદેશમાં વરસાદ થવાથી તેનું પાણી નર્મદા ડેમમાં આવ્યું છે. જેના કારણે ડેમની જળસપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમમા પાણીની આવક વધવાથી ઓવરફ્લો થવાની શક્યતાઓ છે. પાણીની આવક થતાં જ મુખ્ય કેનાલમાં 17 હજાર ક્યુસેક પાણી છોડવામા આવ્યું છે.









