સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જયંતી ઉજવાશે. એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થશે. રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીને લઈ એકતાનગરમાં વિશાળ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. મુલાકાતીઓ માટે આરામદાયક ડોમ અને સુવિધાસભર વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.


[[$googlead]]

9000થી વધુ લોકો માટે ડોમમાં રહેવાની વ્યવસ્થા કરાઈ

તમને જણાવી દઈએ કે એકતાનગરમાં 9000થી વધુ લોકો માટે ડોમમાં રહેવાની સુવિધા, 1,400 પોલીસ જવાનો માટે અલગ ડોરમેટરી, નોંધણી કાઉન્ટર, પ્રાથમિક સારવાર સેન્ટર અને શૌચાલય બ્લોક્સ દ્વારા તંત્રએ સંકલિત તૈયારીઓ કરી છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે એકતાનગર ઝગમગ બન્યું છે અને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે લોખંડી પુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે. દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે ભવ્ય પરેડની સાથે વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો યોજાશે.

એકતાનગર ખાતે મુવિંગ પરેડ યોજવામાં આવશે

નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે મુવિંગ પરેડ યોજવામાં આવશે. આ પરેડમાં રાષ્ટ્રીય એકતા દિવસની BSF, CISF, ITBP, CRPF, SSB, J&K, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે. ત્યારે ખાસ આ વર્ષે જે પરેડમાં BSF દ્વારા ઈન્ડિયન ડોગ (કૂતરા) પરેડમાં આકર્ષણનો ભાગ રહેશે.

[[$alsoread]]


  • Follow us on: