નવલા નોરતાનો આજથી આરંભ થયો છે ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો આજે માતાજીના દર્શન અને માંની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા છે. અંબાજી મંદિરમાં પ્રવેશવાના તમામ ગેટો પણ માઇ ભક્તોથી ઉભરાઈ ગયા છે તો માં જગતજનની અંબા નું મંદિર જય જય અંબેના જય ઘોષ સાથે ગુંજી રહ્યું છે. તો સાથે સાથે ચારે બાજુ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. નવરાત્રી નાં પ્રથમ દિવસે મંદિર મા ઘટ સ્થાપના વિધિ યોજવા મા આવી હતી.
અંબાજી મંદિરમાં ભક્તોનો મોટો ઘસારો
નવરાત્રિના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં ભક્તોનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે આજે મોટી સંખ્યામાં ભક્તો માં અંબા ના મંદિરમાં પહોંચી માતાજી નો આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે આજે અંબાજી મંદિરમાં સવારે ઘટ સ્થાપના વિધિ યોજાઇ હતી. વૈદિક મંત્રો ઉચ્ચાર સાથે ઘટ સ્થાપના કરવા મા આવી હતી તો ઝવેરા પણ વાવવામાં આવ્યા હતા.અંબાજી મંદિરના અધિકારી સહિત મંદિરના પૂજારીઓ આ ઘટે સ્થાપના વિધિમાં જોડાયા હતા.
મંદિરમાં મંત્રો ઉચ્ચાર સાથે થઈ ઘટ સ્થાપના
અંબાજી મંદિર મા આજે ઘટ સ્થાપના મા અંબાજી મંદિરનાં વહીવટદાર આ પૂજા વિધિ મા ભાગ લીધો હતો. માતાજીની આરતી સાથે વિધિવત મંત્ર ઉચ્ચાર સાથે ઘટ સ્થાપના કરવા મા આવી હતી.દર વર્ષ ની જેમ આ વર્ષે પણ વિધિવત રૂપે ધટ સ્થાપના કરાઈ હતી. ભટજી મહારાજ અને મંદિરના પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રો ઉપચાર સાથે વિધિવત રૂપે ઘટ સ્થાપના કરવામાં આવી હતી.









