આજે 14 જાન્યુઆરીના દિવસે મકરસંક્રાતિની ઉજવણી ઠેરઠેર કરવામાં આવી રહી છે, ત્યારે પતંગરસિયાઓમાં આ તહેવારનો અનેરો આનંદ જોવા મળતો હોય છે. આ પ્રકારનો ઉત્સાહ મુંબઈના એક ગ્રુપમાં જોવા મળ્યો છે. પતંગરસિયા મુંબઈનું આ ગ્રુપ નવસારી આવી પહોંચ્યું. મુંબઈના ગ્રુપે નવસારીના ટેરેસ પર માહોલ જમાવ્યો છે. મુંબઈથી આવાલે આ ગ્રુપે પતંગ ચગાવવાની મજા માણી છે. પ્રથમવાર નવસારી આવીને પતંગ ચગાવી છે. ઓછો પવન હોવા છતાં ઠુમકા લગાવીને પતંગો આ ગ્રુપે ઉડાવ્યા છે.


[[$googlead]]

વાંસદા MLA અનંત પટેલે કરી ઉત્તરાયણની ઉજવણી

ઉલ્લેખનીય છે કે રાજકીય પેચ કાપવામાં ઉસ્તાદ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પણ પતંગ ચગાવી વિરોધીઓને સંકેત આપ્યો છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પતંગ ચગાવી મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરી છે. પોતાના યુવા મિત્રો સાથે પતંગ ચગાવી મકરસંક્રાંતિનો આનંદ ધારાસભ્યએ માણ્યો છે. તેમને પોતાના વિરોધીઓ પર નિશાન સાધતા જણાવ્યું કે આ પતંગ કોને કાપશે એ તો આવનારો સમય જ બતાવશે.

[[$alsoread]]

  • Follow us on: