નવસારીના બીલીમોરામાં મોટો અકસ્માત સર્જાયો છે. બીલીમોરા રેલ્વે ગળનારામાં એસટી બસને અકસ્માત નડ્યો છે. ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. નવસારી-બીલીમોરા-નવસારી એસટી બસને આ અકસ્માત નડ્યો છે. અકસ્માત સમયે બસમાં 40 મુસાફર સવાર હતા અને બસને રિવર્સ લેતા સમયે ચાલકે કાબુ ગુમાવતા બે બાઈકને અડફેટે લીધી છે. જો કે આ અકસ્માતમાં બસમાં સવાર પેસેન્જરોને કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. અકસ્માતની ઘટનાની જાણ થતાં જ બિલિમોરા નગરપાલિકાના પ્રમુખ ઘટના સ્થળે પહોંચ્યા છે.


[[$googlead]]

30 જૂને દાહોદમાં એસટી બસનો થયો હતો અકસ્માત

તમને જણાવી દઈએ કે 30 જૂને દાહોદમાં એસટી બસનો અકસ્માત સર્જાયો હતો, જેમાં બસની ટક્કરે બાઈકચાલકનું મોત થયું હતું. મુવાલીયા ચોકડી ખાતે અકસ્માતની ઘટના બની હતી. વડોદરાથી દાહોદ આવતી એસટી બસે બાઈકચાલકને ટક્કર મારી હતી. આ સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.

[[$alsoread]]

  • Follow us on: