ભાવનગરનું પાલીતાણા શહેરમાં વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિ છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. 50 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તમામ લોકોને નગરપાલિકા કચેરી ખસેડવામાં આવ્યા છે. લોકો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભારે વરસાદથી પાલીતાણામાં ઠેરઠેર પાણી ભરાયા છે અને ગારીયાધાર રોડ પર પાણી ભરાતા વાહનો પણ ફસાયા છે.
ખારો ડેમના 5 દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા
ફાયર વિભાગના વાહનો પણ પાણીમાં ફસાયા છે. ગારીયાધાર રોડ સિંધી કેમ્પ વિસ્તારમાં પાણી ભરાયા છે, ત્યારે નગરપાલિકાની કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલીતાણામાં હાલમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે અને ભારે વરસાદથી દુકાનોમાં પણ પાણી ભરાયા છે. દુકાનોમાં પાણી ભરાતા મોટું નુકસાન થયું છે. વેપારીઓએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે. હાલમાં ભારે વરસાદથી ખારો ડેમમાં પાણીની આવક થઈ છે. હાલમાં ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને લઈને 3 ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.









