પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન બંને ડેમ પાણીથી ભરાયા છે. મોરવા હડફના હડફ ડેમ અને પાનમ ડેમમાં મોટી માત્રામાં પાણીની આવક થઈ છે અને તેના કારણે જ મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પાનમ ડેમમાંથી 1,65,131 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જ્યારે હડફ ડેમમાંથી 26,880 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. બંને ડેમમાં પાણીની ભરપૂર આવકને લઈને ડેમ સંપૂર્ણ ભરાયા છે.


[[$googlead]]

પાનમ ડેમ હાલ 127.20 મીટર સુધી ભરાયો

હાલમાં પાનમ ડેમ રૂલ લેવલ 127.36 મીટરની સામે હાલ 127.20 મીટર સુધી ભરાયો છે તો હડફ ડેમનું રૂલ લેવલ 166.02 મીટર છે, તેની સામે ડેમ હાલ 165.85 મીટર ભરાયો છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠાના વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ ગોધરામાં મેસરી નદી બે કાંઠે થઈ છે. જેના કારણે ઈદગાહ મહોલ્લામાં પાણી ભરાયા છે. પાણીના કારણે 30 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. બેરીકેટિંગ કરી સલામત સ્થળે ખસેડાયા છે.બાળકોને પણ ઉંચકીને પાણીની બહાર કાઢવામાં આવ્યા છે.  

[[$alsoread]]

  • Follow us on: