સરકારની ખેતી લક્ષી જાહેરાતને પંચમહાલના ખેડૂતોએ વધાવી છે. રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિ ધરાવતા જિલ્લાઓમાં મોટુ આર્થિક સહાયનું પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારની આ જાહેરાતમાં પંચમહાલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ જાહેરાત બાદ પંચમહાલના ખેડૂતોને આર્થિક પેકેજનો લાભ મળશે. જેને લઈને પંચમહાલના ખેડૂતોમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતોએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરકાર દ્વારા કરાયેલી જાહેરાતને આવકારીએ છીએ. આવનાર ખોટને ભરપાઈ કરવા સરકાર મદદરૂપ થઈ એ બદલ આભાર માનીએ છીએ.


[[$googlead]]

રાજ્યમાં અતિવૃષ્ટીથી વાવેતરમાં મોટું નુકસાન

રાજ્યમાં અતિવૃષ્ટીથી વાવેતરમાં મોટું નુકસાન થયું હતું. ત્યારે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં અતિવૃષ્ટિ થઈ હતી, તેની નુકસાનીના આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં 4,25,311.87 હેક્ટર વિસ્તારમાં નુકસાની થઈ હતી. રાજ્યમાં 33% કરતા વધુ નુકસાની થઈ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. પાટણ અને વાવ થરાદમાં 1 લાખ હેક્ટર વિસ્તાર ડૂબમાં ગયો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. પાટણ જિલ્લામાં 57,000 હેક્ટર કરતાં વધુ વિસ્તાર ડૂબમાં ગયો છે. ત્યારે વાવ થરાદમાં 42,000 હેક્ટર કરતાં વધુ વિસ્તાર ડૂબમાં ગયો છે. 

[[$alsoread]]

  • Follow us on: