[[$googlead]]
પંચમહાલના દેવડેમના 4 દરવાજા 0.30 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. દેવડેમના દરવાજા ખોલી દેવનદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની આવક થતાં દેવડેમના 3,4, 5, 6 નંબરના ગેટ ખોલીને 3,754 ક્યુસેક જેટલું પાણી દેવ નદીમાં છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં સતત પડેલા વરસાદના કારણે દેવડેમમાં પાણીની આવક થઈ છે. દેવડેમનું લેવલ જાળવવા માટે દેવ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.

નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા

દેવ ડેમમાંથી દેવ નદીમાં પાણી છોડવામાં આવતા દેવ નદીમાં પાણીની આવક જોવા મળી છે. વાઘોડિયા તાલુકા વહીવટી તંત્ર દ્વારા દેવ નદી કિનારાના ગામો ના રહીશોને નદી કિનારા વિસ્તારોમાં ન જવાની સૂચનાઓ આપવામાં આવી છે. બીજી તરફ દાહોદમાં ભારે વરસાદથી ગોમાં નદી બે કાંઠે થઈ છે. કાલોલ નજીકથી પસાર થતી ગોમાં નદી બે કાંઠે થઈ છે. ઉપરવાસમાં વરસાદને પગલે નદીમાં પાણીની આવક થઈ છે. કાલોલ-દોલતપુરાને જોડતો કોઝ વે પાણીમાં ગરકાવ થયો છે. ગોમાં નદી પર આવેલા તમામ કોઝ-વે પાણીમાં ડૂબ્યા છે. નદી પરના ચેકડેમો પણ ઑવરફ્લો થયા છે.
  • Follow us on: