પંચમહાલના કાલોલમાં સ્ટેટ વિજિલન્સ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કાલોલ નગર પાલિકાના હાલના બે કોર્પોરેટર સહિત 27 ઈસમો જુગાર રમતા ઝડપાયા છે, જ્યારે 13 જેટલા ઈસમો બાઈક મૂકીને ફરાર થયા છે. કાલોલ નગરપાલિકાના હાલના ભાજપના કોર્પોરેટર આશિષ સુથાર અને અર્જુન રાઠોડ પણ જુગાર રમતા ઝડપાયા છે.


[[$googlead]]

ભાજપ કોર્પોરેટર આશિષ સુથાર જુગાર રમતા ઝડપાયા

કૂલ 40 જેટલા ઈસમો શ્રાવણીયો જુગાર રમી રહ્યા હતા. હાલમાં સ્ટેટ વિજિલન્સ સેલે 23 બાઈક અને 1.82 લાખ રોકડા, 24 મોબાઈલ ફોન સહિત કૂલ 7.48 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. કાલોલના દોલતપુરા નજીક રાત્રિ દરમિયાન મકાનના આગળના ભાગે આ ઈસમો જુગાર રમી રહ્યા હતા. SMCની ટીમની મોટી કાર્યવાહીને પગલે જુગારી તત્વોમાં ભારે ફફળાટ જોવા મળી રહ્યો છે.

[[$alsoread]]


  • Follow us on: