આ પ્રસંગમાં કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે.લક્ષ્મણ હાજર રહેશે અને પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે, મુખ્યમંત્રી અને સી.આર. પાટીલ પણ હાજર રહેશે, જગદીશ વિશ્વકર્માએ ગઇકાલે ઉમેદવારી કરી હતી અને અન્ય ઉમેદવાર ન હોવાથી બિનહરીફ જાહેર થશે, જગદીશ વિશ્વકર્મા OBC સમાજનો ચહેરો છે અને વિશ્વકર્મા અમદાવાદ શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે તેમજ જગદીશ વિશ્વકર્મા હાલ રાજ્ય સહકાર મંત્રી છે.
અમદાવાદની નિકોલ બેઠક પરથી ધારાસભ્ય છે જગદીશ વિશ્વકર્મા
જગદીશ વિશ્વકર્મા નિકોલથી વર્ષ 2012, 2017 અને 2022માં ચૂંટાયા છે. આજે જગદીશ પંચાલની પ્રદેશ અધ્યક્ષ પદે તાજપોશી કરાશે અને ભાટ ગામમાં જગદીશ પંચાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ, કાર્યકરોએ જગદીશ પંચાલનું કર્યુ ભવ્ય સ્વાગત. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે જગદીશ પંચાલ અને આજે ઠક્કરબાપાનગરથી રેલી સ્વરુપે ગાંધીનગર પહોંચ્યા હતા, ધારાસભ્યો અને સાંસદો પણ રેલીમાં જોડાયા હતા અને સત્તાવાર જાહેરાત બાદ પ્રદેશ પ્રમુખનું પદ સંભાળશે.









