સાબરકાંઠામાં ઈડરના ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાની મુશ્કેલી વધી છે. ઈડર મામલતદારે રમણલાલ વોરાને ખોડા ખેડૂત બન્યા હોવાના કેસમાં નોટીસ ફટકારી છે. તેમને પરિવાર સાથે હાજર થવા નોટીસ ફટકારી છે. 11 સપ્ટેમ્બરે પરિવાર સાથે હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. રમણલાલ વોરાએ ખોટા દસ્તાવેજના આધારે ઈડર નજીક દાવડ ગામમાં ખેતીની જમીન ખરીદી હોવાથી તેમને નોટીસ પાઠવવામાં આવી છે.
મામલતદારે તેમને નોટીસ પાઠવી છે
ભાજપના ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ સાબરકાંઠાના ઈડરના દાવડ ગામમાં ખોટા કાગળો બનાવીને ખેતીની જમીન ખરીદી હતી. આ જમીન અંગેની તપાસમાં મામલતદારે તેમને નોટીસ પાઠવી છે અને 11 સપ્ટેમ્બરના રોજ કચેરીમાં ખેડૂત હોવાના પુરાવા સાથે હાજર રહેવા હુકમ કર્યો છે. રમણલાલ વોરા સહિતના નવ લોકોને હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. હવે રમણલાલ વોરાએ ખેડૂત હોવાના પુરાવા રજૂ કરવા પડશે.









