ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જૂનાગઢમાં શરૂ થયેલી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી કાર્યકરોને સંગઠનના પાઠ ભણાવી રહ્યાં છે. ત્યારે આ શિબિરમાં કોંગ્રેસના બે જિલ્લા પ્રમુખોની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે. અમરેલી જિલ્લાના પ્રતાપ દૂધાત અને ગીર સોમનાથ જિલ્લાના પૂંજાભાઈ વંશ આ શિબિરમાં ગેર હાજર રહેતા અનેક સવાલો ઉભા થયાં છે. બંનેની ગેરહાજરીને લઈને કોંગ્રેસના નેતાઓ તેમને બચાવવાની ભૂમિકામાં આવી ગયાં છે.


[[$googlead]]

પ્રશિક્ષણ શિબિરનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે

જૂનાગઢમાં યોજાઈ રહેલી પ્રશિક્ષણ શિબિરનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. આ શિબિરમાં કોંગ્રેસના મોવડી મંડળને ગુજરાતના 14 જિલ્લાના પ્રમુખોની કામગીરી નબળી હોવાનો રીપોર્ટ મળ્યો છે. કોંગ્રેસના મોવડી મંડળે તેમને કામગીરી સુધારો અથવા કાર્યવાહી માટે તૈયાર રહો તેવું સ્પષ્ટ જણાવી દીધું છે. આ પ્રમુખોને કામગીરી સુધારવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 14 જિલ્લામાં મોટા ભાગના જિલ્લા સૌરાષ્ટ્ર ઝોનના હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં માત્ર 9 જિલ્લામાં જ પ્રમુખોની કામગીરી સંતોષકારક હોવાનું જાણવા મળ્યું છે.


[[$alsoread]]

  • Follow us on: