પોરબંદરના માધવપુર વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. માધવપુરની મધુવંતી નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીની આવક વધી જતા નદીમાં પૂર આવ્યું છે. છેલ્લા બે દિવસમાં વિસ્તારમાં 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે જનજીવન પર ગંભીર અસર પડી છે.


[[$googlead]]

કાંઠાના વિસ્તારોમાં ભયનો માહોલ

ઘોડાપૂરના કારણે ઘેડ વિસ્તારના અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ખેતીને મોટું નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નદીનું જળસ્તર સતત વધતા કાંઠાના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મધુવંતી નદીનું પાણી શિવલિંગ સુધી પહોંચીને દરિયામાં મળ્યું હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા નદીકાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને જરૂર પડે તો સલામત સ્થળે ખસેડવા માટે અપીલ કરવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન ટીમો પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને કોઈ પણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.

  • Follow us on:

[[$alsoread]]