પોરબંદર શહેરમાં વીજ બિલ બાકીદારો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. PGVCL દ્વારા કનેક્શન કાપવાની વિશેષ કામગીરી શરૂ કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા મુજબ પોરબંદર પીજીવીસીએલ વિસ્તારમાં કુલ અંદાજે 40 કરોડ રૂપિયા જેટલું વીજબિલ બાકી છે. આ બાકી રકમમાં રહેણાંક (રેસીડેન્સીયલ), વેપારી (કોમર્શિયલ) તેમજ સરકારી મિલકતોના બિલનો પણ સમાવેશ થાય છે. લાંબા સમયથી બિલ ન ભરનાર ગ્રાહકોને નોટિસ પાઠવ્યા બાદ હવે કડક અમલવારી હાથ ધરવામાં આવી છે.


[[$googlead]]

બાકીદારોને બિલ ભરવા માટે વારંવાર સૂચનાઓ અપાઈ

પીજીવીસીએલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી શહેર અને આસપાસના વિસ્તારોમાં ચકાસણી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બાકીદારોને બિલ ભરવા માટે વારંવાર સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં ચુકવણી ન થતાં કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે બાકી બિલ વસૂલાત માટે આ અભિયાન સતત ચાલુ રહેશે. ગ્રાહકોને સમયસર બિલ ચુકવવા અપીલ કરવામાં આવી છે જેથી વિજ પુરવઠામાં વિક્ષેપ ન આવે.

[[$alsoread]]

  • Follow us on: