સૌરાષ્ટ્ર ઝોનમાં વાયબ્રન્ટ સમિટને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 11, 12, 13 જાન્યુઆરીએ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પ્રભારી મંત્રી જીતુ વાઘાણી રાજકોટ પહોંચ્યા છે. શક્યતા છે કે વડાપ્રધાન મોદી પણ 11 જાન્યુઆરીએ રાજકોટ આવી શકે છે અને રોડ શો પણ કરે તેવી શક્યતા છે. વડાપ્રધાનના આગમનને લઈને પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીએ મહત્વની બેઠક પણ યોજી.


[[$googlead]]

26,400 ચોરસ મીટરમાં પ્રદર્શન યોજાશે: જીતુ વાઘાણી

સૌરાષ્ટ્ર ઝોનના વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ત્યારે વધુ જાણકારી આપતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર ઝોન વાયબ્રન્ટ સમિટ યોજાશે. 11 જાન્યુઆરીએ બપોરે વડાપ્રધાન રાજકોટ પધારશે. તેઓ જુના એરપોર્ટ પર ઉતરશે, તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારે સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે યુક્રેન, દક્ષિણ કોરિયાના દેશો જોડાશે. ઉલ્લેખનીય છે કે 6000થી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. 26,400 ચોરસ મીટરમાં પ્રદર્શન યોજાશે. તમામ ક્ષેત્રના લોકોને જોડવામાં આવશે.


[[$alsoread]]

  • Follow us on: