પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ધરમપુરમાં આદિવાસી સમાજે મહારેલીનું આયોજન કરીને વિરોધ પ્રદર્શન કર્યુ છે. ડેમ હટાવો સમિતિ દ્વારા આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ધરમપુર પહોંચ્યા હતા અને કોંગ્રેસે શ્વેત પત્ર જાહેર કરવાની પણ માગ કરી છે. વિરોધ પ્રદર્શનને કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. રેલીના આયોજનને લઈને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.


[[$googlead]]

વલસાડના સાંસદ ધવલ પટેલ જુઠ્ઠાલાલ: ધારાસભ્ય અનંત પટેલ

તમને જણાવી દઈએ કે 2 દિવસ પહેલા ડાંગમાં પાર તાપી લિંક પ્રોજેક્ટને લઈ બેઠક યોજાઈ હતી. રંભાસ ગામે MLA અનંત પટેલની હાજરીમાં બેઠક યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે વલસાડના સાંસદ ધવલ પટેલ જુઠ્ઠાલાલ છે, 2022માં ભાજપ મંત્રીએ કહ્યું કે અનંત પટેલ જુઠુ બોલે છે. ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રોજેકટ રદ કર્યો હતો. મેં સાંસદ ધવલ પટેલને ડીબેટની ચેલેન્જ આપી હતી. 

[[$alsoread]]

  • Follow us on: