કચ્છમાં શિક્ષકોની ઘટને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મુન્દ્રાના મોખા ટોલનાકા પર મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને ચક્કાજામ કર્યો છે. હાથમાં બેનર્સ સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો છે. ભરતીની જાહેરાત કરવામાં આવ્યા બાદ પણ હજુ સુધી જગ્યાઓ ભરાઈ નથી. ત્યારે લોકોએ એકઠા થઈે કરેલા ચક્કાજામના કારણે વાહનનોની લાંબી લાઈનો લાગી છે. પોલીસે વિરોધ કરી રહેલા 50 લોકોની અટકાયત કરીને હાલમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.


[[$googlead]]

કચ્છ જિલ્લામાં 41,000 શિક્ષકની સ્પેશિયલ ભરતીની જાહેરાત કરાઈ હતી

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને લઈને આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. કચ્છ જિલ્લામાં સૌથી વધારે શિક્ષકોની ઘટ સતાવી છે, જેના કારણે જિલ્લામાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં 41,000 શિક્ષકોની સ્પેશિયલ ભરતીની જાહેરાત કરી છે. હાલમાં ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી બાદ જિલ્લા ફેર બદલી પામેલા શિક્ષકોને છુટા કરવામાં આવશે. પરિણામે જિલ્લામાં 35થી 40% શિક્ષકોની ઘટ યથાવત રહે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કચ્છમાં શિક્ષકોની ભરતીને લઈને છેલ્લા ઘણા સમયથી આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ આંદોલન કરી રહ્યું છે. આગામી દિવસોમાં શિક્ષકોની ઘટ પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની સાથો સાથ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને પણ પત્રો લખીને રજૂઆત કરવામાં આવશે, તેવી ચીમકી 21 ઓગસ્ટે ઉચ્ચારવામાં આવી હતી.

[[$alsoread]]

  • Follow us on: