રાજકોટમાં બાર કાઉન્સિલની ચૂંટણીને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. રાજકોટના ઉમેદવાર દિલીપ પટેલની ઉમેદવારી રદ કરવાની માગ ઉઠતા આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આ મામલે એડિશનલ ગવર્નમેન્ટ પ્લીડર (AGP) રક્ષિત કલોલાએ દિલીપ પટેલ સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ રક્ષિત કલોલાએ ગુજરાત બાર કાઉન્સિલ (BCG) તેમજ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે.


[[$googlead]]

દિલીપ પટેલ સામે પગલાં લેવાની માગ

તેમની ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે દિલીપ પટેલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેથી તેમની ઉમેદવારી રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે બાર કાઉન્સિલની ચૂંટણીમાં ઉમેદવારો માટે કેટલાક નક્કી કરાયેલા નિયમો અને આચારસંહિતા લાગુ પડે છે. આ નિયમોના ભંગના આક્ષેપોને આધારે દિલીપ પટેલ સામે પગલાં લેવાની માગ કરવામાં આવી છે. આ મુદ્દે હવે સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે

રાજકોટ બાર કાઉન્સિલની ચૂંટણીને લઈને અગાઉથી જ વકીલવર્તુળમાં ચર્ચા ચાલી રહી હતી, ત્યારે હવે આ નવી ફરિયાદને કારણે મામલો વધુ ગરમાયો છે. જો બાર કાઉન્સિલ દ્વારા આક્ષેપોની તપાસ કરવામાં આવશે તો આગામી દિવસોમાં આ મામલે મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે. હાલમાં વકીલવર્ગમાં આ મુદ્દે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે અને સૌની નજર હવે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ગુજરાત બાર કાઉન્સિલના નિર્ણય પર ટકી છે.

[[$alsoread]]


  • Follow us on: