રાજકોટ શહેરમાં સાયબર ફ્રોડના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને ઝડપ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં વિનોદ ભોજવાણી, યશ જાદવ અને મોહમ્મદ સિપાઈનો સમાવેશ થાય છે. પોલીસ તપાસ મુજબ આ ત્રણેય મળીને સાયબર ફ્રોડની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હતા અને લોકો સાથે ઠગાઈ કરીને મોટી રકમ હડપ કરતા હતા.


[[$googlead]]

રકમ વિનોદ ભોજવાણીના બેન્ક ખાતામાં જમા થતી

તપાસ દરમિયાન બહાર આવ્યું કે ફ્રોડ દ્વારા મેળવવામાં આવેલી રકમ મુખ્યત્વે વિનોદ ભોજવાણીના બેન્ક ખાતામાં જમા થતી હતી. ત્યારબાદ યશ જાદવ તે નાણાંને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાની જવાબદારી સંભાળતો હતો. બીજી તરફ મોહમ્મદ સિપાઈ ફ્રોડથી મળેલી રકમની લેવડ-દેવડ અને ટ્રાન્ઝેક્શન સંભાળતો હતો.

પોલીસે કુલ 7.44 લાખ રૂપિયા જપ્ત કર્યા

પોલીસે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી પોલીસે કુલ 7.44 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં હજુ વધુ લોકો આ ગેંગ સાથે જોડાયેલા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ હાલમાં આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે, જેથી સાયબર ફ્રોડની આ સમગ્ર જાળનું ભેદ ઉકેલી શકાય અને અન્ય સંડોવાયેલા લોકોને પણ ઝડપવામાં આવી શકે.

[[$alsoread]]

  • Follow us on: