રાજકોટમાં માનવતાને શર્મસાર કરતી ઘટનામાં ન્યાયનો વિજય થયો છે. 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી રામસિંગને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. પોલીસની પ્રોએક્ટિવ કામગીરીને કારણે આ કેસમાં માત્ર 41 દિવસમાં જ ચુકાદો આવી ગયો છે. કેસની ગંભીરતા જોઈને તપાસ મહિલા એએસપી સિમરન ભારદ્વાજને સોંપવામાં આવી હતી. બાળકીના પિતાએ પણ પોલીસ અને કોર્ટને પત્ર લખી ઝડપી ન્યાયની માગ કરી હતી, જેના પગલે માત્ર 12 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.


[[$googlead]]

રમકડાંના આધારે બાળકોએ આરોપી રામસિંગને ઓળખ્યો

પોલીસે આ કેસમાં મજબૂત પુરાવાઓ એકત્ર કર્યા હતા. ઘટનાસ્થળેથી મળી આવેલા આરોપીના વાળ ફોરેન્સિક તપાસમાં સૌથી મોટો પુરાવો સાબિત થયા. આ ઉપરાંત, કોર્ટમાં યોજાયેલી અનોખી ઓળખ પરેડમાં ભોગ બનનાર બાળકી અને તેની સાથે રમતા બાળકોએ આરોપીને ઓળખી બતાવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે ઓળખ પરેડ સમયે શકમંદોના હાથમાં રમકડાં આપવામાં આવ્યા હતા અને આ જ રમકડાંના આધારે બાળકોએ આરોપી રામસિંગને ઓળખ્યો હતો, જેના કોર્ટે પણ વખાણ કર્યા છે.

[[$alsoread]]

  • Follow us on: