રાજકોટમાં ભારે ઉકળાટ વચ્ચે પણ ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવાર ઘનશ્યામ હેરભા ગરમીની પરવા કર્યા વગર પ્રજા વચ્ચે પહોંચી રહ્યા છે. વધતી ગરમીને ધ્યાનમાં રાખીને તેઓ પ્રચાર દરમિયાન એસી સુવિધાવાળી ગાડી અને મોબાઈલ ચેમ્બરનો ઉપયોગ કરી રહ્યા છે, જેથી લોકો સાથે સરળતાથી મુલાકાત કરી શકે.


[[$googlead]]

સામાજિક રુપથી અમે સક્રિય છીએઃ ઉમેદવાર

ઘનશ્યામ હેરભાએ જણાવ્યું હતું કે પ્રજાની સેવા કરવી એ તેમની પ્રથમ પ્રાથમિકતા છે. “ઈશ્વરની કૃપાથી મને ધન પ્રાપ્ત થયું છે અને હવે હું આ સંસાધનોનો ઉપયોગ લોકોની સેવા માટે કરવા માગું છું,” એમ તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ લાંબા સમયથી સામાજિક સ્તરે સક્રિય રહ્યા છે અને વિવિધ સમાજના લોકોના પ્રશ્નો ઉકેલવામાં સહભાગી બન્યા છે. ઉમેદવારના કહેવા મુજબ અત્યાર સુધી સમાજ સ્તરે લોકોના કામ કર્યા છે, પરંતુ હવે ચૂંટાઈ આવ્યા બાદ તેઓ જાહેર જનતાના વ્યાપક હિત માટે કાર્ય કરશે. ગરમી હોવા છતાં લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ચૂંટણીને લઈ વિસ્તારમાં રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે.


[[$alsoread]]

  • Follow us on: