રાજકોટમાં બાલાજી વેફર્સ દ્વારા કથિત રીતે પ્રદૂષિત પાણી છોડવાના મામલે ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. સ્થાનિક સ્તરે ઉઠેલા આક્ષેપો મુજબ કંપનીનું પ્રદૂષિત પાણી ન્યારી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે પર્યાવરણ અને આસપાસના વિસ્તારોના ભૂગર્ભજળ પર પણ ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ભૂમિકા પર પણ સવાલો ઉભા થયા છે. 


[[$googlead]]

જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક તપાસની માગ 

આક્ષેપ છે કે પ્રદૂષણ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં GPCBના અધિકારીઓ મૌન વલણ અપનાવી રહ્યા છે. સ્થાનિક લોકો અને પર્યાવરણપ્રેમીઓનું કહેવું છે કે બાલાજી વેફર્સ સામે અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પર્યાવરણ સંબંધિત નિયમોના અમલમાં પણ બેદરકારી દાખવાઈ રહી હોવાના આરોપો વચ્ચે સમગ્ર મામલે સ્વતંત્ર અને પારદર્શક તપાસની માગ ઉઠી છે. પ્રદૂષિત પાણીના કારણે નદી અને ભૂગર્ભજળના સ્ત્રોતોને નુકસાન થતું હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે લોકો જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ અને જરૂરી પગલાં લેવાની માગ કરી રહ્યા છે.


[[$alsoread]]
  • Follow us on: