રાજકોટના મંગળા રોડ ઉપર 29 ઓક્ટોબર 2025ના રોજ ગેંગવોરની ઘટના બની હતી, જેમાં મુર્ગા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે રાત્રિના સમયે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેથી સમગ્ર લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો, ત્યારે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા હતા. ત્યારે આ બંને ગેંગના સભ્યોને પોલીસે એક બાદ એક 34 આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી. પરંતુ મુર્ગા ગેંગનો મુખ્ય સૂત્રધાર 90 દિવસથી પોલીસ પકડથી દૂર હતો.


[[$googlead]]

મુખ્ય સૂત્રધાર 90 દિવસ સુધી પોલસી પકડથી દૂર રહ્યો

મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ શહેરો અને રાજ્યમાં તપાસ શરૂ કરી હતી, પરંતુ પોલીસને 90 દિવસ સુધી ચકમો આપવામાં સમીર ઉર્ફે સંજલો સફળ રહ્યો હતો. અંતે રાજકોટ એસઓજીને બાતમી મળી હતી અને તેના આધારે સમીર ઉર્ફે સંજલો અને દિલાવરની પોલીસે કડી ખાતેથી ધરપકડ કરી હતી. ત્યારે પોલીસ સમક્ષ કબુલાતમાં મુખ્ય સૂત્રધાર સંજલાએ જણાવ્યું હતું કે આ 90 દિવસના સમયગાળા દરમિયાન તેણે 23થી વધુ ઠેકાણા બદલ્યા હતા અને યુપી, બિહાર, મુંબઈ, દમણ, સાસણ સહિતના વિસ્તારોમાં તે રહ્યો હતો અને આ સમયગાળા દરમિયાન મોબાઈલનો ઉપયોગ ખૂબ જ ટાળ્યો હતો.

ઉપરાંત સમીર જ્યારે રાજકોટ આવતો હતો, ત્યારે તે વેશપલટો કરતો હતો અને મહિલાઓના કપડા પહેરી રાજકોટમાં પોલીસને ચકમો આપતો હતો. મુખ્ય સૂત્રધાર સંજલા સામે મારામારી, આર્મ્સ એક્ટ, હત્યા, ગુજસીટોક સહિત 9 ગુના નોંધાયા છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

[[$alsoread]]

  • Follow us on: