રાજકોટમાં ફેસ્ટિવલ હોલીડે નામની ટ્રાવેલ પેઢી ચલાવતા દંપતી સામે લોકો સાથે છેતરપિંડી કર્યાનો કેસ નોંધાયો છે. આરોપ છે કે અભિનવ પટેલ અને ધારા પટેલે વિદેશ ટૂર પેકેજના નામે 9 લોકો પાસેથી રૂ.50 લાખથી વધુની રકમ મેળવી હતી. દંપતીએ વિયેતનામ અને બાલી જેવા વિદેશી સ્થળોના સસ્તા ટૂર પેકેજ આપવાની લાલચ આપી ગ્રાહકો પાસેથી પૈસા લીધા હતા. આ ઉપરાંત દુબઈથી આઈફોન મગાવી આપવાની લાલચ આપીને પણ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ છે.


[[$googlead]]

સસ્તી વિદેશ ટૂરની લાલચ આપતા લોકોથી દૂર રહો : SP

આ સમગ્ર મામલે પોલીસે અભિનવ પટેલ અને ધારા પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઈને SPએ જણાવ્યું કે આરોપીઓ સસ્તી વિદેશ ટૂરની લાલચ આપીને લોકોને ફસાવતા હતા. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સસ્તી વિદેશ યાત્રા અથવા અન્ય આકર્ષક ઓફરો આપતા લોકો અંગે સાવચેત રહેવું. તેમજ ફેસ્ટિવલ હોલીડેના અન્ય પીડિતો હોય તો પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.


[[$alsoread]]
  • Follow us on: