હવામાન વિભાગની આગાહી બાદ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આભ ફાટ્યું છે. ઉપલેટામાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસતા સમગ્ર ઉપલેટા પાણી-પાણી થયું છે. ઉપલેટામાં ધોધમાર વરસાદને પગલે શહેરભરના રસ્તાઓ પાણી-પાણી થયા છે. ઉપલેટાના અશ્વિન ચોક, ઝકરિયા ચોક, કટલેરી બજાર સહિત બસ સ્ટેન્ડ વિસ્તારમાં રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે ઉપલેટા પાણી પાણી થયું છે.
ગાજવીજ અને પવન સાથે વરસાદ
લાંબા સમયના વિરામ બાદ ઉપલેટા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ઉપલેટાના ડુમિયાણી, સેવંત્રા, ખાખી, જાળીયા, ગઢાળા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. આકાશમાં ઘેરાયેલા કાળા ડિંબાગ વાદળોએ મન મૂકી અને ઉપલેટા પંથકમાં વરસવાનું શરૂ કર્યું છે. ઉપલેટા સહિત આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ વરસ્યો છે. બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. ધોરાજીના તોરણીયા, મોટી મારડ, જમનાવડ, પીપળીયા સહિતના ગામાં વરસાદ વરસ્યો છે.









