રાજકોટમાં BRTS બસ ડ્રાઈવરની દાદાગીરી સામે આવી છે. BRTS બસ ડ્રાઈવરની દાદાગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જેને પગલે શહેરમાં આજે બસમાં બબાલ થતા BRTSના ડ્રાઈવરે મુસાફરને લાફો મારી દીધો હતો અને મુસાફરોએ બસ ડ્રાઈવરના કૃત્યને વખોડ્યું હતું. બસમાં સવાર તમામ લોકો કહી રહ્યા હતા કે કંડકટર-ડ્રાઈવર અનેક વખત દાદાગીરી કરતા હોય છે. કાયદાને હાથમાં લેવાનો કોઈને પણ અધિકાર નથી.
ઘટના અંગે માહિતી મેળવી તપાસ કરાવીશું: MLA દર્શિતાબેન શાહ
ત્યાં હાજર રહેલા લોકો કહી રહ્યા હતા કે પેસેન્જર કદાચ ભૂલ કરે તો પોલીસને બોલાવી જોઈએ અને મનપા આવા ડ્રાઈવરો વિરૂદ્ધ કડક પગલાં ભરે તેવી માગ કરવામાં આવી છે. એજન્સી વિરુદ્ધ પણ દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ. ત્યારે રાજકોટમાં BRTS બસ ડ્રાઈવરની આ દાદાગીરી અંગે ધારાસભ્ય દર્શિતાબેન શાહે નિવેદન આપતા કહ્યું કે સામાન્ય બબાલમાં ડ્રાઈવરે મુસાફરને લાફા ઝીંકી દીધા છે. ડ્રાઈવરને ફડાકો મારવાનો કોઈને અધિકાર જ નથી. મુસાફરોએ નમ્રતાપૂર્વક વાત કરવી જોઈએ. આ સમગ્ર ઘટના અંગે માહિતી મેળવીને તપાસ કરાવીશું.









