સૌરાષ્ટ્રના વેપારીઓ, ઉદ્યોગકારો, નિકાસકારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટને હવે કાર્ગો સર્વિસની મંજૂરી મળી છે. જેના કારણે હવે વેપારીઓ કે નિકાસકારોને પોતાનો માલસામાન અન્ય સ્થળે પહોંચાડવા માટે અમદાવાદ ધક્કો નહીં ખાવો પડે, વેપારીઓ સીધા જ રાજકોટથી સામાન અન્ય સ્થળે મોકલી શકશે. આ નિર્ણયને કારણે હવે રાજકોટ એન્જિનિયરિંગ ઓટો પાર્ટ્સ સહિતના ઉદ્યોગોને સીધો ફાયદો થશે.


[[$googlead]]

2023માં એરપોર્ટ દેશવાસીઓને સર્મપિત કરાયું હતું

તમને જણાવી દઈએ જુલાઈ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ નજીક હીરાસર ગામે રૂપિયા 1,450 કરોડના ખર્ચે 1,025 હેક્ટરમાં આકાર પામેલા ગુજરાતના સર્વપ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ દેશને સર્મપિત કર્યુ હતું. તે દિવસે બપોરે 3 વાગ્યે એરપોર્ટના લોકાપર્ણ બાદ રાજકોટ ખાતે વડાપ્રધાનની જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મંત્રી મંડળના સભ્યો, સાંસદો અને ધારાસભ્યો પણ જોડાયા હતા.

[[$alsoread]]


  • Follow us on: