મોરબી-રાજકોટમાં સિરામિક ઉદ્યોગમાં પડેલી ITની રેડ પૂર્ણ થઈ છે. 3 દિવસમાં દરમિયાન ચાલેલી ઈન્કમ ટેક્સ વિભાગની રેડમાં 400 કરોડના વ્યવહારો ઝડપાયા છે. લેવિસ અને મેટ્રો ગ્રુપના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. ઈન્કમ ટેક્સ વિભાગે રુપિયા 10 કરોડ રોકડા અને એક કરોડની જ્વેલરી સીઝ કરી છે. રાજકોટમાં 6, મોરબીમાં 34 સ્થળે ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા.


[[$googlead]]

તપાસમાં રૂપિયા 400 કરોડના વ્યવહારો ઝડપાયા

જણાવી દઈએ કે મોરબી-રાજકોટમાં સીરામીક ઈન્ડસ્ટ્રીમાં આઈટી વિભાગે કરેલી રેડ હવે પૂર્ણ થઈ ચૂકી છે અને તપાસમાં રૂપિયા 400 કરોડના વ્યવહારો ઝડપાયા છે. લેવિસ અને મેટ્રો ગ્રુપના અનેક બેનામી વ્યવહારો તપાસમાં સામે આવ્યા છે. 250 અધિકારીઓ દ્વારા અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. સીરામીક એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ ધમસાણા, ધીરુભાઇ રોજમાલા, જીતુભાઇ રોજમાલા થતા તેમના ભાગીદારોના રહેણાક અને ધંધાના સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઈન્કમ ટેક્સ વિભાગે 17 સપ્ટેમ્બરે દરોડા પાડ્યા હતા. આ સર્ચ ઓપરેશનમાં અમદાવાદ, સુરત, વડોદરાના આઈટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. આ દરોડામાં શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા છે.


[[$alsoread]]

  • Follow us on: