રાજકોટમાં મચ્છરોના ઉપદ્રવમાં વધારો થયો છે. શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા મનપા દ્વારા ફોગિંગ અને પોરા નાશક કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદી પાણી ભરવાના કેન્દ્રો, બાંધકામ સાઈડો, રહેણાંક મકાનો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આવા વિસ્તારોમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મચ્છરોના કારણે શહેરમાં રોગચાળો પણ વધી રહ્યો છે.


[[$googlead]]

મચ્છર ઉત્પતિ અંગે બેદરકારી દાખવવા બદલ નોટિસ

ત્યારે ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાના મચ્છરની નાબૂદી માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મચ્છરની ઉત્પતિ અંગે બેદરકારી દાખવવા બદલ અનેક એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. 1,164થી વધુ સ્થળોએ તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી છે. આ સાથે જ 550થી વધુ સ્થળે નોટિસ અને મચ્છર નાશક કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ 2 ઓગસ્ટે મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા AMC એક્શનમાં આવ્યું હતું. AMC હેલ્થ વિભાગનું વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. AMC દ્વારા કન્સ્ટ્રક્શન સાઈટ પર તપાસ કરાઈ હતી.

[[$alsoread]]


  • Follow us on: