રાજકોટમાં CA પ્રણવ શાહની ઓફિસમાં ITએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. રાજકોટના પ્રણવ શાહને ત્યાં આઇ.ટી વિભાગના દરોડા પડ્યા છે. રાજકીય પાર્ટીઓને ફંડ આપવાને લઈને પટણા, ગાંધીધામ અને રાજકોટના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પ્રણવ શાહે કહ્યું તપાસ કરી હતી 200 કરોડની વાત ખોટી છે.
આમ જનમત પાર્ટીને અમે દાન આપેલું નથી:પ્રણવ શાહ
આઈટી વિભાગ દ્વારા અમને કહેવામાં આવ્યું તમે ખાલી ઓડિટ કરેલું છે. 2023-24માં અમદાવાદની આમ જનમત પાર્ટીનું ઓડિટ કરેલું હતું. બાદમાં અમને ખબર પડી કે આમ જનમત પાર્ટી બોગસ હતી. આમ જનમત પાર્ટીમાં મોટાભાગનું દાન પટણાથી આવ્યું હતું. જેને લઈને પટણાના અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા. અમારી ઓફિસમાંથી ક્યાંય 200 કરોડનું દાન આપ્યું નથી. આઈ.ટી ના અધિકારીઓએ સર્ચ ઓપરેશન પૂરું કર્યું છે અને અમને રીલિવ કરેલા છે. આમ જનમત પાર્ટીને અમે કોઈ જ દાન આપેલું નથી.









