રાજકોટમાં સ્વ.વિજય રૂપાણીના નશ્વર દેહ બપોરે 2.30 વાગ્યા આસપાસ ગ્રીન લેન્ડ ચોકડી પહોંચશે અને ત્યાંથી તેમના નિવાસ સ્થાન લઈ જવાશે, એ દરમિયાન શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ખાતે પણ લઈ જવાશે નશ્વર દેહ, અહી ફરજ બજાવતા કર્મચારીઓ અને સંસ્થા સાથે જોડાયેલા બાળકો દર્શન કરી શકે તેના માટે વ્યવસ્થા કરાઈ છે, અલગ અલગ 4 સ્ટેજ બનાવવામાં આવ્યા છે જ્યાં બાળકો અને તેના પરિજનો રહેશે ઉપસ્થિત.


[[$googlead]]

શ્રી પૂજિત રૂપાણી ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેન ભટ્ટનું નિવેદન

શ્રી પૂજિત રૂપાણી ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેન ભટ્ટનું નિવેદન સામે આવ્યું છે, આ ટ્રસ્ટ વિજય ભાઈનું હાર્ટ હતું, ટ્રસ્ટના લાભાર્થીઓ બપોરે રહેશે ઉપસ્થિતિ, આશરે 250 થી 300 બાળકો અને તેના પરિજનો રહેશે ઉપસ્થિતિ. નશ્વર દેહ અહી આવશે ત્યાં શ્રદ્ધાંજલિ પાઠવી તેના દર્શન કરશે લોકો.

[[$alsoread]]

પૂર્વ CM વિજય રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન

રાજકોટમાં અંતિમવિધિ માટેની તૈયારીઓ શરુ, ધ્યાનેશ્વર મહાદેવ મંદિરે નશ્વરદેહ દર્શનાર્થે રખાશે અને બપોરે 2.30 કલાકે નશ્વરદેહ રાજકોટ પહોચશે, પુજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે પણ નશ્વરદેહ લઇ જવાશે અને સાંજે નિવાસ સ્થાને ગાર્ડ ઓફ ઓનર અપાશે અને ગાર્ડ ઓફ ઓનર બાદ અંતિમયાત્રા નીકળશે.

  • Follow us on: