ગુજરાતમાં વિકાસના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે. દેશમાં ગુજરાત મોડેલની બોલબાલા છે. ત્યારે પ્રાથમિક સુવિધાઓ માટે લોકો વિરોધ કરી રહ્યાં છે. રાજકોટમાં મહિકા ગ્રામ પંચાયતના રહિશોએ પ્રાથમિક સુવિધાઓને લઈને ધારાસભ્ય જીતુ સોમાણી સામે રોષ વ્યક્ત કર્યો હતો. વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર અને પાણીની સુવિધાઓથી ત્રસ્ત થયેલા લોકોએ ધારાસભ્યનો વિરોધ કર્યો હતો.
રાજકોટમાં ઢોલ વગાડી ધારાસભ્ય સામે રોષ
રાજકોટમાં મહિકા ગ્રામ પંચાયતના લોકોએ પ્રાથમિક સુવિધાઓ નહીં મળતાં ધારાસભ્ય જીતુ સોમાણી સામે રોષ વ્યક્ત કર્યો હતો. એક વ્યક્તિએ ઢોલ વગાડીને ધારાસભ્ય જીતુ સોમાણી સામે રોષ વ્યક્ત કર્યો હતો. રોડ રસ્તા, ગટર, પાણી જેવી પ્રાથમિક સુવિધા ન હોવાના કારણે ઢોલી એ વ્યક્ત કર્યો ધારાસભ્ય સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિકા ગ્રામ પંચાયતના રહીશ ઢોલીએ ધારાસભ્ય જીતુ સોમાણીની આંખ ખોલવા પ્રયાસ કર્યો હતો.









