રાજકોટના જસદણમાં કચેરીની છત પરથી પાણી ટપકવાનો મામલો સામે આવ્યો છે. જસદણ તાલુકા સેવા સદનની કચેરીની છત પરથી પાણી ટપકતા અનેક સવાલો ઉભા થયાં છે. 11 કરોડના ખર્ચે આધુનિક સદન બનાવાયું હતું. કરોડોના ખર્ચા બાદ પણ છતમાંથી પાણી ટપકતાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. કચેરીના ઈલેક્ટ્રીક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાનો ભય સેવાઈ રહ્યો છે.


[[$googlead]]

રાજકોટના જસદણમાં કચેરીની છતમાં પાણી ટપક્યું

રાજકોટમાં તાલુકા સેવા સદનને 11 કરોડના ખર્ચે તૈયાર કરાયું હતું. આ આધુનિક સદનમાં ચોમાસાની સિઝનમાં છતમાંથી પાણી ટપકતાં રૂમમાં પાણી ભરાયા હતાં. જેના કારણે કચેરીના રૂમમાં શોર્ટ સક્રિટ થવાનો ભય સેવાઈ રહ્યો છે. કોમ્પ્યુટર સહિતના ઉપકરણોને પણ અસર થઇ શકે તેવી ચર્ચાઓ થઈ રહી છે. માર્ગ-મકાન વિભાગને સદનના સમારકામ માટે રજૂઆત કરવામાં આવી છે.

[[$alsoread]]


  • Follow us on: