અમદાવાદમાં આજે 148ની રથયાત્રાની ભવ્ય ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. અષાઢી બીજના પાવન પર્વના દિવસે જગતના નાથ નગરચર્યા કરવા નીકળશે. આજે ભગવાન મંદિરનું પોતાનું સ્થાન છોડી ભક્તોને મળવા નગરપરિભ્રમણ કરશે. જમાલપુરમાં નીજ મંદિરમાં ભક્તિમય વાતાવરણ બન્યું છે. રથયાત્રાની ઉજવણીની શરૂઆતમાં વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદની મુલાકાતે છે. 


[[$googlead]]

ગૃહમંત્રી અમિતશાહે કરી મંગળા આરતી કરી 

અષાઢી બીજના દિવસે રથયાત્રાની ઉજવણીમાં વહેલી સવારે ભગવાન જગન્નાથની આંખેથી પાટા ખોલવામાં આવ્યા અને પછી જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી. ગૃહમંત્રી અમિતશાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી આર્શીવાદ લીધા. ત્યારબાદ 4.30 વાગ્યે ભગવાનને ખીચડીનો ભોગ ચઢાવવામાં આવ્યો અને 5 વાગ્યે ભગવાન રથમાં બિરાજમાન કરાયા. નિજ મંદિરમાં ભગવાનનું પ્રિય આદિવાસી નૃત્ય થશે. 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે પહિંદ વિધિ કરવામાં આવશે. પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલ રથનું પ્રસ્થાન કરાવશે. જણાવી દઈએ કે આજે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં દિલીપદાસજીને જગદગુરુની પદવી આપવામાંઆવી.

[[$alsoread]]

ઢોલનગારાના તાલે કરાયું રથનું સ્વાગત

રથયાત્રા પૂર્વે મંદિરમાં ભગવાનના રથનું ઢોલનગારાના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. વાજતે ગાજતે રથો મંદિરમાં લાવવામાં આવ્યા હાત. ત્રણેય રથ મંદિરના પ્રાંગણમાં મુકાયા અને મહંત તેમજ ભક્તોએ ગજરાજોનું પૂજન કર્યું હતું.


  • Follow us on: