અમદાવાદમાં 148મી રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ બધા વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે કે રથયાત્રા સામાન્ય રીતે નહીં પણ ધામધૂમથી મનાવવામાં આવશે. અમદાવાદમાં રથયાત્રા પરંપરા રૂટ પર જ નીકળશે. જેમાં 10 ટ્રક, 30 અખાડા, 18 ભજ મંડળીઓ ભાગ લેવાના છે. મહત્વનું છે કે, રથયાત્રામાં ભગવાન જગન્નાથને જોવા લાખો ભક્તો આવે છે. તેમની સુરક્ષા માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો હોય છે.
3,200 હિસ્ટ્રી શીટરના ડેટા સાથેનો કેમેરા લગાવાશે
તમને જણાવી દઈએ કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ વખતે 45 ડ્રોન દ્વારા સમગ્ર રથયાત્રા પર નજર રાખવામાં આવશે. સમગ્ર રૂટ પર 17,500 જેટલા પોલીસ કર્મીઓ ખડેપગે રહેવાના છે. 3,200 જેટલા CCTV કેમેરાથી સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું છે. આ સિવાય રથયાત્રાના મુખ્ય પોઈન્ટ પર એન્ટી ડ્રોન તૈનાત કરવામાં આવશે. મહત્વનું છે કે, મંદિર પરિસર અને સરસપુરમાં ફેસ ડિટેકટ કેમેરા લગાવવામાં આવશે. જે હિસ્ટ્રી શીટરો પર બાજ નજર રાખશે. આ સિવાય રથયાત્રા રૂટ પર જર્જરિત મકાનોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.









