સાસણગીરમાં સિંહ દર્શન કરવાનો દરવાજો સમય કરતા 10 દિવસ પહેલા લોકો માટે ખોલી નાખવામાં આવ્યો છે. છેલ્લા 4 મહિનાથી બંધ રહ્યા બાદ 7 ઓક્ટોબરથી ગીર સફારી પાર્ક શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સિંહ દર્શન માટે ઓનલાઈન પરમિટ બુકિંગ સ્લોટ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમે આ કેસમાં તપાસ શરૂ કરી છે. રેલવે અને અન્ય વેબસાઈટ કેસમાં અગાઉ ફ્રોડની ફરિયાદ થઈ હતી. અત્યારે આ કેસમાં પ્રાથમિક તપાસ ચાલુ છે.


[[$googlead]]

ઓનલાઈન પરમિટ બુકિંગ આગામી ડિસેમ્બર સુધી હાઉસફુલ

જૂનાગઢના સાસણ ગીર જંગલ સફારી પાર્કમાં 4 મહિનાનું વેકેશન 7 ઓક્ટોબરે પૂરું થયું છે. સાસણગીરમાં સિંહ દર્શન માટે ઓનલાઈન પરમિટ બુકિંગ આગામી ડિસેમ્બર સુધી હાઉસફુલ છે. ત્યારે સાસણગીરના સિંહ દર્શનની ઓફિશિયલ વેબસાઈટ પરથી પ્રવાસીઓ બુકિંગ કરી શકે છે. કોઈપણ પ્રવાસીએ સરકારી વેબસાઈટ પરથી જ બુકિંગ કરાવવા અપીલ કરવામાં આવી છે. આ વર્ષે 16 ઓક્ટોબરના બદલે 7 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે સફારી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ વખતે સાસણ ગીરમાં આવતા પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો થયો છે. આ વ્યવસ્થામાં જો પ્રવાસીઓ જૂની ગાડીની ટ્રીપ પસંદ કરવા ઈચ્છે તો તે પણ કરી શકે છે.


[[$alsoread]]

  • Follow us on: