રાજ્યના સિંહ પ્રેમીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજથી સાસણગીર સિંહ દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. નક્કી કરેલા સમય કરતા એક સપ્તાહ વહેલું સાસણ ગીર પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જણાવી દઈએ કે 4 મહિનાના વેકેશન બાદ આજે સાસણ ફરીથી ધમધમતું થયું છે. આજે પ્રથમ દિવસે જ તમામ પરમીટ ફૂલ થઈ ગઈ હતી.


[[$googlead]]

ઓફિશિયલ વેબસાઈટ પરથી પ્રવાસીઓ બુકિંગ કરી શકે છે

4 મહિના બંધ રહ્યા બાદ આજથી ફરી એક વખત સાસણ ગીર સફારી પાર્ક શરૂ થયું છે. સાસણગીરમાં સિંહ દર્શન માટે ઓનલાઈન પરમિટ બુકિંગ આગામી ડિસેમ્બર સુધી હાઉસફુલ છે. ત્યારે સાસણગીરના સિંહ દર્શનની ઓફિશિયલ વેબસાઈટ પરથી પ્રવાસીઓ બુકિંગ કરી શકે છે. કોઈપણ પ્રવાસીએ સરકારી વેબસાઈટ પરથી જ બુકિંગ કરાવવા અપીલ કરવામાં આવી છે. આ વર્ષે 16 ઓક્ટોબરને બદલે 7 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે સફારી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

[[$alsoread]]

  • Follow us on: