શ્રાવણ માસના પ્રથમ સોમવાર નાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં જામી શિવભક્તોની ભીડ, આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સમગ્ર દ્વારકા પંથક શિવમય બન્યો હતો શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ ભક્તો દેવાધિદેવ મહાદેવના દર્શનાર્થે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે ઉમટી પડ્યા. વહેલી સવારે જ ભક્તો લાંબી કતારમાં ઊભા રહી દર્શન માટે આતુર જોવા મળ્યા હતા.


[[$googlead]]

સમગ્ર મંદિર પરિસર ‘ૐ નમઃ શિવાય’ના ઘોષથી ગુંજતું બન્યું હતું

ભક્તો દ્વારા ભોલેનાથને દૂધ, બિલીપત્ર, ગંગાજળ અને ફૂલો અર્પણા કરી, શિવ શંકરની આરાધનામાં ડૂબેલા નજરે પડ્યા. મંદિરના પૂજારીઓ દ્વારા વિશિષ્ટ અભિષેક અને રુદ્રાઅભિષેક કરવામાં આવ્યા. સમગ્ર મંદિર પરિસર ‘ૐ નમઃ શિવાય’ના ઘોષથી ગુંજતું બન્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ દરમિયાન ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં પાણીની વ્યવસ્થા, પ્રસાદ વિતરણ, સુવિધાજનક દર્શન લાઈન અને આરોગ્ય સેવાઓનો સમાવેશ થાય છે.

[[$alsoread]]

દ્વાદશ જ્યોતિર્લિંગ માનું દશમાં નંબરનું જ્યોતિર્લિંગ

શ્રદ્ધાળુંએ જણાવ્યું કે શ્રાવણ મહિનામાં નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે દર્શન કરવાથી પાપોનો નાશ થાય છે અને ભક્તોને ભક્તિ, શક્તિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે જયારે દેવાઘીદેવ મહાદેવ ભાવોભવના કષ્ટ દૂર કરે છે, નાગેશ્વર જ્યોતિર્લિંગએ દારુકાવન ખાતે દ્વાદશ જ્યોતિર્લિંગ માનું દશમાં નંબરનું જ્યોતિર્લિંગ છે અહીં શિવ અને પાર્વતી નાગ અને નાગણી સ્વરૂપે બિરાજમાન છે તેથી ચાંદીનાં નાગ જોડા ચડાવાથી ભગવાન નાગેશ્વર મહાદેવ કષ્ટ દૂર કરી મનોકામના પૂર્ણ કરે છે.

  • Follow us on: