સુરત શહેરમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલાં જ અડાજણ વિસ્તારમાં રોડ પર નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે શહેરભરમાં કરોડો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ અડાજણમાં બનેલી આ ઘટનાએ તંત્રની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. મળતી માહિતી મુજબ અડાજણ વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈનમાં અચાનક મોટું ભંગાણ સર્જાયું હતું.


[[$googlead]]

વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલી

પાઈપલાઇન ફાટતાં ભારે દબાણ સાથે પાણી બહાર નીકળવા લાગ્યું હતું. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે પાકા ડામરનો રોડ પણ તૂટી ગયો હતો અને રસ્તા પર પાણી નદીની જેમ વહેવા લાગ્યું હતું. ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પાણી વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાઈપલાઈનનું સમારકામ શરૂ કર્યું હતું.


[[$alsoread]]

  • Follow us on: