દક્ષિણ ગુજરાતમાં વરસાદ મન મુકીને વરસ્યો છે અને જેના કારણે સમગ્ર વિસ્તાર પાણી પાણી થયો છે. ત્યારે સુરતના કામરેજમાં પણ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે. કામરેજની અમૃત રેસિડેન્સી પાણીમાં ગરકાવ થઈ છે. છેલ્લા 3 દિવસથી પાણીમાં અનેક ઘર ગરકાવ થયેલા જોઈ શકાય છે. વરસાદી પાણીના નિકાલની લાઈન ગામના રહીશોએ બંધ કરી દેતા આ સમસ્યા સર્જાઈ છે અને જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાણી નિકાલ થવાની લાઈન બંધ થતાં હાલમાં સોસાયટી સંપર્ક વિહોણી બની છે.


[[$googlead]]

સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 213 તાલુકામાં વરસાદ

તમને જણાવી દઈએ કે આજે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 213 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં 3.31 ઈંચ વરસાદ, વડોદરાના ડભોઈમાં 2.76 ઈંચ વરસાદ, બનાસકાંઠાના દાંતામાં 2.68 ઈંચ વરસાદ, સાબરકાંઠાના ઈડરમાં 2.48 ઈંચ, ઉમરપાડામાં 2.32 ઈંચ, ધ્રાંગધ્રામાં 2.32 ઈંચ, મોરબીના માળીયામાં 2.28 ઈંચ, ટંકારામાં 2.13 ઈંચ, જામ કંડોરણા અને મોરબીમાં 1.93 ઈંચ, કુકરમુંડામાં 1.85 ઈંચ, ભાણવડમાં 1.73 ઈંચ વરસાદ, આ સાથે જ 6 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે તો 32 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.

[[$alsoread]]


  • Follow us on: